Tuesday, 21 January 2020

પાંચ મ્યૂચ્યલ ફંડ્સ જેણે ૩૦ ગણું રિટર્ન આપ્યું.


Knowledge Adda.
5 mutual funds who gives u 30 times profits.
આજે આપણે વાત કરીશું પાંચ એવાં મલ્ટિબેગર મ્યૂચ્યલ ફંડ્સની જેણે તમારાં રોકાણને વીસ જ વર્ષની અંદર ત્રીસ ગણાં કરી દીધા છે.
મિત્રો, તમે જાણો જ છો કે હાલનો સમય બચત કરવા માટે કે રોકાણ કરવા માટે શ્રેષ્ઠ છે. જો થોડું સમજદારી પૂર્વકનું સાહસ કરવામાં આવે તો એ રોકાણ ભવિષ્યમાં કદાચ કરોડો રૂપિયામાં તબદિલ થઇ શકે છે. અને ઘણાં લોકો સાથે એવું થયું પણ છે. જેમકે આજથી વીસ વર્ષ પહેલાં જે લોકોએ નીચે જણાવેલાં મ્યૂચ્યલ ફંડમાં રોકાણ કર્યું છે એ લોકોની મૂડી આજે લગભગ ત્રીસ ગણી થઇ છે.
આવો જાણીએ ક્યાં છે એ ફંડઃ-
૧. નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડઃ-
·       ૨૦ વર્ષમાં રિટર્ન ૧૮.૬૩%.
·       ૨૦ વર્ષમાં ૧ લાખનાં રોકાણની વેલ્યું ૩૦ લાખ રૂપિયા.
·       જો તમે ૨૦ વર્ષ પહેલાં દર મહિને ફક્ત ૧૦૦૦૦ નાં હિસાબે આ ફંડમાં રોકાણ કર્યું હોય તો આજે તેની વેલ્યું ૨.૮૪ કરોડ જેટલી થાય.
·       ફંડની કુલ એસેટ્સ વેલ્યું ૬૮૪૪ કરોડ રૂપિયા છે.
૨. ફ્રેંકલિન પ્રાઇમાઃ-
·       ૨૦ વર્ષમાં રિટર્ન ૧૮.૨૦%.
·       ૨૦ વર્ષમાં ૧ લાખનાં રોકાણની વેલ્યું ૨૮.૩૩ લાખ.
·       જો ૧૦૦૦૦ મહિનાનાં હિસાબે આ ફંડમાં રોકાણ કરવામાં આવ્યું હોય તો હાલમાં તેની વેલ્યું ૨.૬૮ કરોડ રૂપિયા.
·       કંપનીનું કુલ ભંડોળ ૭૫૮૩ કરોડનું છે.
૩. એચડીએફસી ઈક્વિટી ફંડઃ-
·       ૨૦ વર્ષમાં ૧૮.૦૮ % રિટર્ન.
·       ૨૦ વર્ષ પહેલાં રોકેલાં ૧ લાખનું મૂલ્ય અત્યારે ૨૭.૭૫ લાખ.
·       ૧૦૦૦૦ નાં હિસાબે ૨૦ વર્ષ સુધી રોકાણ કરતાં અત્યારે તેની મૂલ્ય ૨.૨૧ કરોડ થાય.
·       કંપનીનું કુલ ભંડોળ અત્યારે ૨૩૭૩૭ કરોડ રૂપિયાનું છે.
૪.ટાટા મિડકેપ ગ્રોથ ફંડઃ-
·       ૨૦ વર્ષમાં ૧૭.૯૪% રિટર્ન.
·       ૨૦ વર્ષ પહેલાં રોકેલા ૧ લાખનું મૂલ્ય અત્યારે ૨૭.૧૩ લાખ.
·       કંપનીનું ભંડોળ ૭૭૩ કરોડનું છે.
·       મિનિમમ ૫૦૦ રૂ.થી રોકાણ કરી શકાય છે.
૫. એચડીએફસી ટેક્સ સેવર ફંડઃ-
·       ૨૦ વર્ષમાં ૧૭.૯૪% રિટર્ન.
·       ૨૦ વર્ષમાં ૧ લાખની રકમનું મૂલ્ય વધીને ૨૭.૦૯ લાખ.
·       જો ૧૦૦૦૦ મહિનાનાં હિસાબે આ ફંડમાં રોકાણ કર્યું હોય તો અત્યારે તેનું મૂલ્ય ૧.૯૩ કરોડ જેટલું થાય.
·       કંપનીનું કુલ ભંડોળ ૭૪૫૪ કરોડ છે.

આ તો ફક્ત પાંચ જ ઉદાહરણ છે. જો થોડું જોખમ ખેડીને પરંપરાગત રોકાણનાં સ્ત્રોતો કરતાં અન્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે તો ખરેખર ઘણું સારું વળતર મળી શકે છે. જરૂર છે તો બસ થોડા સાહસની, થોડા રિસર્ચની, સૂઝબૂઝ ભર્યા નિર્ણયની. બેંક એફડી કે પોસ્ટ ઓફિસ તેની જગ્યાએ બેસ્ટ જ છે પરંતુ એ ઉપરાંત પણ ઘણી એવી જગ્યાઓ છે જે તમારી મૂડીને આકર્ષક રકમમાં ફેરવી શકે છે. અહી કહેવાનો આશય ફક્ત એટલો જ છે કે પરંપરાગત રોકાણ સાધનો કરતાં હવે સ્માર્ટ રોકાણનો કોન્સેપ્ટ અજમાવવા જેવો છે.
                    ઉપરનો લેખ ફક્ત માહિતી આપવા માટે જ લખાયો છે. અમે કોઇ પર્ટિક્યૂલર ફંડની તરફદારી કરતાં નથી. ધન્યવાદ.







  




Saturday, 11 January 2020

5 best shares for 2020.: Knowledge Adda.પાંચ એવા શેર્સ જેણે ૨૦૧૯માં સારો દ...

5 best shares for 2020.:
Knowledge Adda.પાંચ એવા શેર્સ જેણે ૨૦૧૯માં સારો દ...
: Knowledge Adda. પાંચ એવા શેર્સ જેણે ૨૦૧૯માં સારો દેખાવ કર્યો.                                     આજે આપણે વાત કરીશું પાંચ એવા દમ...

Knowledge Adda.
પાંચ એવા શેર્સ જેણે ૨૦૧૯માં સારો દેખાવ કર્યો.

                  
                 આજે આપણે વાત કરીશું પાંચ એવા દમદાર સ્ટોક્સની જેણે વીતેલાં ૨૦૧૯નાં વર્ષમાં ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે અને આવનારાં ૨૦૨૦માં જેની ઉપર ભરોસો મુકી શકાય છે. આ એવી કંપનીઓનાં શેર્સ છે જે કંપનીઓનું ફંડામેન્ટલ ઘણું મજબુત છે અને તે પોતાના સેગમેન્ટમાં ઘણું સારું કામ કરી રહી છે. આ કંપનીઓ તમારાં પોર્ટફોલિયોને મજબૂતી બક્ષશે અને બુલ રન જેવી મેરાથોન દૌડમાં શામિલ કરી શકે છે. ટ્રેડ પંડિતોનું માનવું છે કે ૨૦૨૦માં આ કંપનીઓમાં રોકાણ કરવામાં જોખમ સૌથી ઓછું અને એક સ્ટેડી વળતર મળવાની સંભાવનાઓ વધું છે.
                    NSE અને BSC માં અત્યારે બુલ રન ચાલી રહ્યું છે. એવા સમયે કોઇ ખોટી કંપનીઓનાં શેર્સમાં રોકાણ કરીને મૂડીને વેડફવા કરતાં એક વખત આ કંપનીઓ ઉપર નજર નાંખી લેવી જરૂરી છે. આ કંપનીઓ વિશે તમે ગુગલમાં સર્ચ કરીને પણ વધું વિગતો જાણી શકો છો અથવા ’મની કંન્ટ્રોલ’ સાઇટ ઉપરથી પણ માહિતી મેળવી શકો છો. તો આવો જાણીએ કઇ પાંચ કંપનીઓ ઉપર ૨૦૨૦માં પૈસા લગાવી શકાય એમ છે.

૧. ગુજરાત ગેસઃ-
                    દેશની સૌથી મોટી સીટી ગેસ કંપની. તેની પેરેન્ટ્સ કંપની GSPC ગ્રૃપ છે. ગુજરાત ગેસ કંપનીએ હાલમાં જ પંજાબ, હરીયાણા, રાજસ્થાનમાં ગેસ વીતરણની બોલીઓ જીતી છે. ઉપરાંત કંપની આગામી બે વર્ષોમાં ૨૦૦થી વધું નવા ગેસ સ્ટેશનો ખોલવાનાં પ્લાનિંગમાં છે. ઉપરાંત કંપનીનો નફો ઉત્તરોત્તર વધી રહ્યો છે. વળી સરકાર સીએનજી અને એલપીજી પ્રકારનાં ચોખ્ખા, પ્રદૂષણ રહિત ગેસને પ્રોત્સાહન આપી રહી છે જેનો ફાયદો પણ ગુજરાત ગેસને આગામી વર્ષોમાં મળશે. પાછલાં ત્રણ વર્ષનાં કંપનીનાં નફા ઉપર નજર કરીએ તોઃ-
ફાઇનાન્સિયલ વર્ષ ૨૦૧૭માં ૨૨૩ કરોડ.
ફાઇનાન્સિયલ વર્ષ ૨૦૧૮માં ૨૯૧ કરોડ.
ફાઇનાન્સિયલ વર્ષ ૨૦૧૯માં ૪૩૫ કરોડ થયો હતો.
                    આમ કંપનીનો નફો ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે જે તેની મજબૂત પોઝીશન દર્શાવે છે.
ગુજરાત ગેસ અત્યારે 262 ની પ્રાઇઝ ઉપર ટ્રેડ થઇ રહ્યો છે.
એક વર્ષનાં લક્ષ્ય માટે તમે 290 ની આશા રાખી શકો છો.

૨. દિપક નાઈટ્રાઈટઃ-
                        કંપની હાલમાં જ એસીટોનનાં કારોબારમાં પ્રવેશી છે જેનો લાભ આવનારા સમયમાં કંપનીને મળશે. યુએસ, સિંગાપુરથી એસીટોન ઇમ્પોર્ટ ઉપર એન્ટિ-ડમ્પિંગ ડયૂટી લગાવામાં આવી છે અને ભારતમાં વાર્ષિક ૧૦% થી ૧૨%નાં દરે એસીટોનની માંગમાં વધારો થઇ રહ્યો છે જે કંપનીનાં બિઝનેસને નવી ઉંચાઇઓ તરફ લઇ જશે. જેનો સીધો પ્રભાવ કંપનીનાં નફામાં વૃધ્ધી કરાવશે. પાછલાં ત્રણ વર્ષનાં નફા ઉપર નજર નાંખીએ તો…
વર્ષ ૨૦૧૭માં 979 કરોડ.
વર્ષ ૨૦૧૮માં 790 કરોડ.
વર્ષ ૨૦૧૯માં 1763 કરોડ.
શેર અત્યારે ૩૯૪ ની આસપાસ ટ્રેડ થઇ રહ્યો છે જે આગામી વર્ષમાં ૪૯૦ ની સપાટી સુધી જવાની સંભાવનાઓ છે.

૩.ડેલ્ટો કોર્પઃ-
                      ડેલ્ટા કોર્પ કસિનો અને ગેમિંગ બિઝનેસમાં ઘણું મોટું કામ કરે છે. તે આ બિઝનેસમાં એકમાત્ર લીસ્ટેડ કંપની છે. ઓનલાઇન ગેમિંગમાં હાલનં સમયમાં જબરજસ્ત ઉછાળ આવ્યો છે જેનો સીધો ફાયદો આ કંપનીને મળી રહ્યો છે. ફંડામેન્ટલ ઘણું મજબૂત છે અને શેર બજારનાં દિગ્ગજ ખેલાડી રાકેશ ઝૂનઝૂનવાલાએ આ કંપનીમાં હિસ્સેદારી ખરીદી રાખી છે. ઉપરાંત આર.કે. દમાનીની પણ તેમાં હિસ્સેદારી છે. પંપનીનાં પાછલાં ત્રણ વર્ષનાં નફા ઉપર નજર નાંખીએ તોઃ-
વર્ષ ૨૦૧૭માં 38 કરોડ.
વર્ષ ૨૦૧૮માં 74 કરોડ.
વર્ષ ૨૦૧૯માં 156 કરોડ.
શેર અત્યારે 202 ની આસપાસ ટ્રેડ થઇ રહ્યો છે જે આગામી વર્ષમાં 270 સપાટી વટાવી જશે એવી સંભાવનાઓ દેખાઇ રહી છે. આ સ્ટોક  400 સુધી જઇ આવ્યો છે એટલે લાંબી અવધીમાં એ સપાટી ક્રોસ કરે તો પણ નવાઇ નહી.

૪. જે કે પેપરઃ-
                    પેપર ઈન્ડસ્ટ્રિઝમાં લોકલ ઘરેલું માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. આ બિઝનેસમાં પ્રોફિટ માર્જીન પણ ઘણું સારું છે. ઉપરાંત અન-કોટેડ પેપર ઉપર ઈમ્પોર્ટ ડ્યૂટી વધવાથી સ્થાનિક કંપનીઓને સારો બિઝનેસ મળી રહ્યો છે. જે કે પેપર ગુજરાતમાં ૨૧૦૦ કરોડ રૂપિયાની વિસ્તરણ યોજનાઓ ઉપર પણ કામ કરી રહી છે જેનો લાભ આવનારા સમયમાં કંપનીને મળશે. તદ્ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી ૨૦૨૨ સુધીમાં સમગ્ર ભારતમાં પ્લાસ્ટિક મુક્તિનું લક્ષ્ય હાંસિલ કરવા માંગે છે એ ફાયદો પણ કંપનીને મળશે. આવનારા બજેટ સત્રમાં પેપર સેકટરને ટેક મોર્ડનાઇઝેશન પેકેજ જાહેર થશે એવી પણ સંભાવનાઓ છે. આ બધી બાબતો કંપનીનાં હકમાં રહેશે એવી આશા સેવાઇ રહી છે. પાછલાં ત્રણ વર્ષોનાં નફા ઉપર નજર નાંખીએ તોઃ-
વર્ષ ૨૦૧૬- 13 કરોડ.
વર્ષ ૨૦૧૭- 61 કરોડ.
વર્ષ ૨૦૧૮- 163 કરોડ.
વર્ષ ૨૦૧૯- 227 કરોડ.
શેર અત્યારે 133 નાં ભાવ ઉપર ટ્રેડ થઇ રહ્યો છે જે આગામી વર્ષમાં 180 સુધી જઇ શકે છે.

૫. સેઈલઃ-
                  સેઈલ ઈન્ડિયા સંપૂર્ણ રીતે સરકારી ઈંટીગ્રેટેડ કંપની છે. વીતેલા વર્ષોમાં સ્ટિલ સેકટરમાં સંઘર્ષપૂર્ણ વાતાવરણ રહ્યું છતાં કંપનીનું વેચાણ ૪૭% જેટલું વધ્યું હતું અને પાછલાં થોડા મહિનાઓમાં શ્ટિલની વપરાશમાં ૨૫૦૦ ટનનો વધારો જોવા મળ્યો હતો. ઉપરાંત ભારત સરકાર હવે જાહેરક્ષેત્રનું પ્રાઇવેટી કરણ કરવા જઇ રહી છે ત્યારે એનો ફાયદો પણ કંપનીને મળે એવી સંભાવનાઓ છે. પાછલાં ત્રણ વર્ષોનાં નફા ઉપર નજર નાંખીએ તોઃ-
વર્ષ ૨૦૧૭ કરોડ.  
વર્ષ ૨૦૧૮ કરોડ.
વર્ષ ૨૦૧૯ કરોડ.
કંપનીનાં શેરની પ્રાઇઝ અત્યારે છે જે ૨૦૨૦માં સુધી જવાની ધારણાઓ છે.

                       ઉપરોક્ત જણાવેલી પાંચ કંપનીઓનું સરવૈયું તમે ઓનલાઇન સર્ચ કરીને મેળવી શકો છો. કંપનીની સ્થાપનાથી લઇને વિસ્તરણ સુધીની તમામ આંકડાકિય માહિતી તમને કંપનીની વેબસાઇટ ઉપર આસાનીથી મળી રહેશે. તેનો સાતત્યપૂર્ણ રીતે અભ્યાસ કર્યા પછી જ રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે શેરબજારમાં સતર્કતા બહું જરૂરી છે.
                       ફંડામેન્ટલી સ્ટ્રોંગ જણાતી આ પાંચ કંપનીઓનાં નામ આપને જણાવવાનું કારણ એટલું જ કે બજારમાં પૈસા રોકતી વખતે જે તે કંપની વિશે જાણી લેવું વધું ફાયદાકારક સાબિત થતું હોય છે.
                        ઘણી મહેનતનાં અંતે કમાયેલો પૈસો જો સારી જગ્યાએ ઈન્વેસ્ટ કરવામાં આવે તો બહેતર વળતર મળતું હોય છે એ બાબત ખાસ ધ્યાનમાં રાખીને જ આગળ વધવું કારણ કે આ લેખ કોઇ કંપનીમાં વગર વિચાર્યે રોકાણ કરવાનું  સજેશન આપતો નથી.
                         આપના પ્રતીભાવો નીચે કોમેન્ટ બોક્ષમાં આપવા વિનંતી.