Tuesday, 21 January 2020

પાંચ મ્યૂચ્યલ ફંડ્સ જેણે ૩૦ ગણું રિટર્ન આપ્યું.


Knowledge Adda.
5 mutual funds who gives u 30 times profits.
આજે આપણે વાત કરીશું પાંચ એવાં મલ્ટિબેગર મ્યૂચ્યલ ફંડ્સની જેણે તમારાં રોકાણને વીસ જ વર્ષની અંદર ત્રીસ ગણાં કરી દીધા છે.
મિત્રો, તમે જાણો જ છો કે હાલનો સમય બચત કરવા માટે કે રોકાણ કરવા માટે શ્રેષ્ઠ છે. જો થોડું સમજદારી પૂર્વકનું સાહસ કરવામાં આવે તો એ રોકાણ ભવિષ્યમાં કદાચ કરોડો રૂપિયામાં તબદિલ થઇ શકે છે. અને ઘણાં લોકો સાથે એવું થયું પણ છે. જેમકે આજથી વીસ વર્ષ પહેલાં જે લોકોએ નીચે જણાવેલાં મ્યૂચ્યલ ફંડમાં રોકાણ કર્યું છે એ લોકોની મૂડી આજે લગભગ ત્રીસ ગણી થઇ છે.
આવો જાણીએ ક્યાં છે એ ફંડઃ-
૧. નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડઃ-
·       ૨૦ વર્ષમાં રિટર્ન ૧૮.૬૩%.
·       ૨૦ વર્ષમાં ૧ લાખનાં રોકાણની વેલ્યું ૩૦ લાખ રૂપિયા.
·       જો તમે ૨૦ વર્ષ પહેલાં દર મહિને ફક્ત ૧૦૦૦૦ નાં હિસાબે આ ફંડમાં રોકાણ કર્યું હોય તો આજે તેની વેલ્યું ૨.૮૪ કરોડ જેટલી થાય.
·       ફંડની કુલ એસેટ્સ વેલ્યું ૬૮૪૪ કરોડ રૂપિયા છે.
૨. ફ્રેંકલિન પ્રાઇમાઃ-
·       ૨૦ વર્ષમાં રિટર્ન ૧૮.૨૦%.
·       ૨૦ વર્ષમાં ૧ લાખનાં રોકાણની વેલ્યું ૨૮.૩૩ લાખ.
·       જો ૧૦૦૦૦ મહિનાનાં હિસાબે આ ફંડમાં રોકાણ કરવામાં આવ્યું હોય તો હાલમાં તેની વેલ્યું ૨.૬૮ કરોડ રૂપિયા.
·       કંપનીનું કુલ ભંડોળ ૭૫૮૩ કરોડનું છે.
૩. એચડીએફસી ઈક્વિટી ફંડઃ-
·       ૨૦ વર્ષમાં ૧૮.૦૮ % રિટર્ન.
·       ૨૦ વર્ષ પહેલાં રોકેલાં ૧ લાખનું મૂલ્ય અત્યારે ૨૭.૭૫ લાખ.
·       ૧૦૦૦૦ નાં હિસાબે ૨૦ વર્ષ સુધી રોકાણ કરતાં અત્યારે તેની મૂલ્ય ૨.૨૧ કરોડ થાય.
·       કંપનીનું કુલ ભંડોળ અત્યારે ૨૩૭૩૭ કરોડ રૂપિયાનું છે.
૪.ટાટા મિડકેપ ગ્રોથ ફંડઃ-
·       ૨૦ વર્ષમાં ૧૭.૯૪% રિટર્ન.
·       ૨૦ વર્ષ પહેલાં રોકેલા ૧ લાખનું મૂલ્ય અત્યારે ૨૭.૧૩ લાખ.
·       કંપનીનું ભંડોળ ૭૭૩ કરોડનું છે.
·       મિનિમમ ૫૦૦ રૂ.થી રોકાણ કરી શકાય છે.
૫. એચડીએફસી ટેક્સ સેવર ફંડઃ-
·       ૨૦ વર્ષમાં ૧૭.૯૪% રિટર્ન.
·       ૨૦ વર્ષમાં ૧ લાખની રકમનું મૂલ્ય વધીને ૨૭.૦૯ લાખ.
·       જો ૧૦૦૦૦ મહિનાનાં હિસાબે આ ફંડમાં રોકાણ કર્યું હોય તો અત્યારે તેનું મૂલ્ય ૧.૯૩ કરોડ જેટલું થાય.
·       કંપનીનું કુલ ભંડોળ ૭૪૫૪ કરોડ છે.

આ તો ફક્ત પાંચ જ ઉદાહરણ છે. જો થોડું જોખમ ખેડીને પરંપરાગત રોકાણનાં સ્ત્રોતો કરતાં અન્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે તો ખરેખર ઘણું સારું વળતર મળી શકે છે. જરૂર છે તો બસ થોડા સાહસની, થોડા રિસર્ચની, સૂઝબૂઝ ભર્યા નિર્ણયની. બેંક એફડી કે પોસ્ટ ઓફિસ તેની જગ્યાએ બેસ્ટ જ છે પરંતુ એ ઉપરાંત પણ ઘણી એવી જગ્યાઓ છે જે તમારી મૂડીને આકર્ષક રકમમાં ફેરવી શકે છે. અહી કહેવાનો આશય ફક્ત એટલો જ છે કે પરંપરાગત રોકાણ સાધનો કરતાં હવે સ્માર્ટ રોકાણનો કોન્સેપ્ટ અજમાવવા જેવો છે.
                    ઉપરનો લેખ ફક્ત માહિતી આપવા માટે જ લખાયો છે. અમે કોઇ પર્ટિક્યૂલર ફંડની તરફદારી કરતાં નથી. ધન્યવાદ.







  




No comments:

Post a Comment